

તા.૧૫-૬-૨૦૨૬ થી તા.૨૪-૬-૨૦૨૬ દરમ્યાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તત્વાધાન ઘોષિત અખંડ દિપ પ્રાગ્ટય શતાબ્દિ તથા પરમ વંદનીય ભગવતી માતાજી જન્મ શતાબ્દિ વર્ષ ૨૦૨૬ તેમજ ગાયત્રી જ્યંતિ પર્વ નિમિત્તે સવા કરોડ ગાયત્રી ચાલીસા પાઠ અભિયાન નવ દિવસનું ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન જન માનસમાં શ્રધ્ધા,સંસ્કાર, આધ્યાત્મિક ચેેતના જાગરણ હેતુ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સંસ્થાઓ-પરિજનો મહા અભિયાન સંકલ્પમાં જોડાશે જેમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો પણ વ્યક્તિગત અને સમૂહમાં જોડાશે જેની ગાયત્રી દિપયજ્ઞ- ગંગા પૂજન અર્ચન દ્વારા પૂર્ણાહુતિ તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક પ.પૂ.પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ શ્રધ્ધાંજલિ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ,અંકુર રોડ,નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ફોર્ટ, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, જાયન્ટસ ગ્રુપ ઓફ કોહિનૂર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.૨૪ જૂન બપોર ૩-૦૦ થી ૬-૦૦ માં રાખેલ છે.





