

આજરોજ 08/06/2025 ને રવિવાર શ્રી બોરસદ રાણા સમાજ બોરસદ અને શ્રી બોરસદ રાણા સમાજ મહિલા ફોરમ ધ્વારા શિક્ષણ જાગૃતિ અભિયાન અન્વયે બોરસદના દાતાશ્રી ભીખાભાઈ મણિભાઈ રાણા (અલારસા), હિતેશકુમાર રાજેશભાઈ રાણા (કીર્તન જ્વેલર્સ) સંદીપભાઈ કનુભાઈ રાણા (વીમા સલાહકાર) અને શ્રી બોરસદ રાણા સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચીમનભાઈ રાણા, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ રામુભાઈ રાણા, મંત્રી શ્રી રમેશભાઈ નરહરિભાઈ રાણા (મોરલી) અને મહિલા ફોરમના પ્રમુખ શ્રી નિમિષાબેન એસ રાણા, ઉપપ્રમુખ શ્રી સ્નેહલબેન જે રાણા, મંત્રી શ્રી ખુશ્બુબેન રાણા અને નિકિતાબેન એચ રાણા તમામ કમિટી સભ્યોના સહયોગથી બોરસદના ધોરણ 1 થી ધોરણ 12 અને કોલેજમાં અભ્યાસ કરતા તમામ કુલ 200 વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવતાવાળા ચોપડા,પેન,પેન્સિલ અને પેડ વિનામૂલ્યે વિતરણનો કાર્યકમ રાખેલ જેમાં શ્રી બોરસદ રાણા સમાજના વિદ્યાર્થીઓને અને વાલીશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યકમને સુંદર અને સફળ બનાવ્યો હતો
ધોરણ 1 થી 5 ના તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવતાવાળા 6 નંગ ચોપડા,પેન્સિલ અને પેડ આપવામાં આવ્યા હતા
ધોરણ 6 થી 12 અને કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવતાવાળા 12 નંગ ચોપડા,પેન અને પેડ આપવામાં આવ્યા હતા
કાર્યક્રમને અંતે શ્રી બોરસદ રાણા સમાજ બોરસદ ધ્વારા અલ્પાહાર નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું




