

Free Medical Checkup Camp in Memory of Late Kashiram Rana, Surat. Date 31.08.2025.
તા. 31/8/25 રવીવાર ના રોજ શ્રી વિધાર્થી કેળવણી સંઘ, સુરત દ્વારા શહેર ની નામાંકિત શેલ્બી હોસ્પિટલ નાં સહયોગ માં સ્વર્ગસ્થ શ્રી કાશીરામ ભાઈ રાણા ની પુણ્યતિથિ નિમિત્તે કાનબાઈ મંદિર,નવાપુરા,કાંટા ની વાડ,સુરત મુકામે ડાયાબિટીસ,બ્લડ પ્રેશર,કાર્ડિયોગ્રામ તેમજ આંખ ની વિનામૂલ્યે તપાસ નો કાર્યક્રમ સુરત (પૂર્વ ) ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ રાણા, શ્રી વિધાર્થી કેળવણી સંઘ સુરત ના હોદ્દેદાર સર્વે શ્રી વ્રજલાલ જરીવાલા,રાજેશ ભાઈ જરીવાલા,રમેશ ભાઈ રાણા,તથા અ. ભા. રાણા સમાજ ના મહામંત્રી નવીન ચંદ્ર ચાપડીયા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના કોર્પોરેટર શ્રી નરેશ ભાઈ રાણા તથા રેશમા બેન લાપસીવાલા ની પ્રેરક ઉપસ્થિતિ માં હાથ ધરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ કાર્યક્રમ ને સંપૂર્ણ સફળ બનાવ્યો હતો.નવાપુરા અર્બન કો. ઓ.ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી તેમજ શ્રી કાનબાઈ સતપંથ મંદિર સહયોગી સંસ્થાઓ નો સુંદર સહકાર મળ્યો…..🌹🌷..પ્રાસંગિક તસ્વીર સૌજન્ય…🌹 રામચંદ્ર રાણા 🌹🌷.
Media provided by Shri Ramachandrabhai Rana.
શેલ્બી હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ છે
હેલ્થ ચેકઅપ કેમ્પમા તપાસ નીચે મુજબ થશે.
તારીખ: 31/૦8/૨૦25
સમય: બપોરે 10:00 કલાક થી 2:00 સુધીનો છે.
જનરલ તપાસ:-
(૧)બ્લડ સુગર
(૨)બ્લડ પ્રેશર
(૩)ઇ. સી. જી.
નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ
(૪) આંખો ની તપાસ.



















