દ્વિપક્ષીય ચર્ચા આદરપૂર્ણ,શાંતિપૂર્ણ હોવી જ જોઈએ. ચર્ચા દરમિયાન કોઈપણ ગેરવર્તણૂક કે ગુસ્સા માટે કૃપા કરીને અમને ઓડિયો રિપોર્ટ કરવા વિનંતી.
રાણાવાસ,ગોલવાડ, સ્ટ્રીટ ના માર્ગની સફાઈ, અતિક્રમણ દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે આયોજન.
રાણાવાસ માં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ.
સમાજના આજે બે ભાગ અથવા વધુ પડતા ભાગ પડ્યા હોય ત્યાં એ સમાજને એક કરવાની અને સંગઠિત કરવાનો ચોક્કસ પ્રયાસ કરવો પેડસે. (આ કારણોસર, લગ્ન સંબંધ બનતો નથી ).
યુવક અને યુવતિઓનો બાયોડેટા 5:1 રેશિયો પર આવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. આપણે આ ગુણોત્તરને 3:2 સુધી વધારવાનો પ્રયાસ કરવો પડશે.
જ્યારે દરેક લગ્નવિષ્યક ગ્રુપ ના એડમિનો પરિસ્થિતિને સંતુલિત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હોય, તે સમયે અમુક યુવતીના માતા-પિતા ગામ મા સાસરુ અને ગામ મા પિયરયુ ની અપેક્ષા રાખી રહ્યા છે તે વાજબી નથી. (“ક્ષિતિજ ની પેલે પાર” સીમાઓથી આગળ વાત કરી તો, ગુજરાતી રાણા દુનિયામાં ગમે ત્યાં રહેતા કોઈપણ ગુજરાતી રાણા સાથે સંબંધ બાંધી શકે છે.આ બાબતમાં કોઈ જ સીમાઓ નથી.)
હાલની પરિસ્થિતિમાં, યુવતીના માતા-પિતાએ પુત્રીને કાઉન્સેલિંગ આપવું પડશે કે, તેણીને ઓછી આવકમાં ઘર ચાલવતા શીખવાની જરૂર છે.( કારણ કે આપણો સમાજ મધ્યમ વર્ગનો છે).
બધા વાલીઓને વિનંતી : યુવક અને યુવતિઓના મેચ મેકિંગ દરમિયાન, કુંડળી મેચીગ પર વધુ ધ્યાન ન આપો, ફક્ત શિક્ષણ, સંસ્કાર, વર્તન, ઊંચાઈ, વજન, દેખાવ પર ધ્યાન કેન્દ્રિત કરો.
દર 15 અથવા 30 દિવસે અલગ અલગ શહેર/ગામ મા જીવનસાથી પસંદગી (લગ્નવિષયક) બેઠકનું આયોજન.
શહેર/ગામના પ્રમુખશ્રી અને આગેવાનોના સહયોગથી મજબૂત કોઓર્ડિનેટર ટીમની રચના.
શહેર અને ગામના કેટલાક ભાગોમાં, ઘણા યુવકો અને યુવતીઓ બેરોજગાર છે. આપણે ચોક્કસપણે આ માટે પ્રયાસ કરવો પડશે, પછી ભલે તે સરકારી ક્ષેત્રમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં. અમે રાણા સમાજના કાઉન્સિલરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ માટે પ્રી-વિલેજ બનાવે. (આ માટે ખાનગી ક્ષેત્રના માલિકોને મળવું, એમઓયુ કરવા). આભાર .