તા.૧૦-૧૦-૨૦૨૬ સર્વ પિતૃ અમાસ શનિવારે સવારે ૧૦-૩૦થી૧૨-૩૦ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય-આરોગ્ય વર્ધનાર્થે ગાયત્રી માતા-સર્વ પિતૃઓના આશીર્વાદ પ્રદાન થાય તેવા સદ્ ભાવથી ગાયત્રીયજ્ઞ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગમાં નવાવાડજ અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન સંસ્થા ખાતે યોજાયો હતો.
સર્વ પિતૃ અમાસ ભાદરવા વદ શનિવાર તા.૧૦-૧૦-૨૦૨૬ના રોજ નવા વાડજ,અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોના બૌધ્ધિક કૌશલ્ય-આરોગ્ય વર્ધન,સર્વાંગી વિકાસ વધે અને ગાયત્રી માતા તથા સર્વ પિતૃઓના આશીર્વાદ સદાય પ્રાપ્ત થાય તેવી શુભ કામનાથી પ્રેરાઈ સંચાલક શ્રીચંદ્રસિંંહ ચૌહાણ-શિક્ષક ગણ-વાલીમિત્રો-ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગ સહકારથી ગાયત્રીયજ્ઞનું તથા ભોજન પ્રસાદનું શ્રી હેમંતભાઈ વસાવડા-શ્રી નીતીનભાઈ પ્રજાપતિના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.