

નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ છાણી. રાણા સમાજ કાર્યક્રમ 14.02.2026. Narayana Charitable Trust Chhani. Program 14.02.2026. Rana Samaj
નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ, છાણી દ્વારા દર વર્ષ ની જેમ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપવાના હોય તેવા સમાજના દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી તથા તેના અનુરૂપ પેન,પેન્સિલ,ફોલ્ડર,પાઉચ વિગેરેની કીટ આપી શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ શનિવારે છાણી ખાતે રાખેલ હતો.
આ કાર્યક્રમમાં ભા.જ.પા. પ્રદેશ કારોબારી સભ્ય શ્રી સતીષભાઇ પટેલ,વડોદરા ભા.જ.પા. ઉપપ્રમુખ શ્રી નીલેશભાઇ રાણા,એનાઉન્સર શ્રી મુકેશભાઇ કોશીન્દ્રાવાલા,ગ્લેમોન મીસ ઇન્ડિયા સ્પર્ધામાં રનર અપ આવેલ સોનાલી રાણાનું સન્માન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી મનોજભાઈ રાણા અને શ્રી રમેશભાઇ રાણા,છાણી રાણા સમાજના પ્રમુખ શ્રી બળદેવભાઈ રાણા,શ્રી પંકજભાઇ રાણા,શ્રી વિષ્ણુભાઇ રાણા,શ્રી મુકેશભાઇ રાણા O.N.G.C.,શ્રી હસમુખભાઈ રાણા,શ્રી જીતેન્દ્રભાઇ કટકીઆ વિગેરે હાજર રહ્યા હતા.




