આજ રોજ અમદાવાદ શહેરના પૂર્વના હાથીજણ ગામ ગાયત્રી મંદિર ખાતે શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ હાથીજણ વટવા અમદાવાદ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા અને GSC હોસ્પિટલ ના સહયોગથી એક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર ફિઝિશિયન મેડિકલ વિગેરે ડોક્ટર દ્વારા તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું અને વિનામૂલ્યે દવા આપી મોતિયાના ઓપરેશન મણી ફ્રી મૂકી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે