શ્રી મહારાણા ચેરીટેબલ ટ્રસ્ટ વાડીફળિયા,ખાંડવાલા ની શેરી, સુરત દ્વારા તા.12/07/2025 ને શનિવારે ડાંગ જીલ્લા ના રંભાસ ગામે તથા માનપુર ગામે આવેલ સ્કુલ ના 150+500 જેટલા આદિવાસી વિદ્યાર્થિઓ ને નોટબુક, સ્ટેશનરી પાઉચ, સુકો નાસ્તો,સેનેટરી પેડ,કરસાતા,પીછી,આશનિયાવિગેરે ચીજ વાસ્તુ ઓનુ વિતરણ દાતાશ્રી ઓની આર્થિક મદદ થી આ સેવાકીય કાર્ય દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કરવા માં આવ્યું.
આદિવાસી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને ડોનેશન આપવા જે ટ્રસ્ટીઓ,સભ્યો,મિત્રો,દાતાશ્રી ઓ એ સાથ સહકાર આપ્યો અને આ સેવાકીય કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તેઓ તમામ નો ખુબ ખુબ આભાર, ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર આપના તમામ તરફ થી મળતો રહેશે જ અને સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમો આપણે કરતા રહીશું એવી અભ્યર્થના સાથે આપ સૌનો ફરી થી આભાર 🙏🏻🌹
*આ પ્રસંગે ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વિજય જરીવાળા, મહામંત્રી શ્રી બ્રિજેશ લાપસીવાળા, ઉપપ્રમુખ શ્રી દિપક ચપડીયા તેમજ ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ જરીવાળા અને હીરાલાલ જરીવાળા સહિત સભ્યો અશોક ચલકવાળા,કવિતા ચલકવાળા, મેઘના જરીવાળા, હેમા ચપડીયા, દિના જરીવાળા,પિન્કી જરીવાળા, મીના લાપસીવાળા,વિકેન ગજીવાળા તથા દાતાશ્રી નિરુભાઈ ચપડીયા, મુકેશભાઈ ગજીવાળા, અમિત રેશમવાળા, વિજય રાણા,રાકેશ જરીવાળા, અનિલ રાણા,ઉપસ્થિત રહ્યા હતા.*



