

તા.૪-૧૦-૨૦૨૫, સાંજે 4.00pm થી 6pm,જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ નારણપુરા,અમદાવાદ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 2026-26,લાયન્સ મેન્ટલ હેલ્થ અવેરનેસ વીકના ઉદ્ઘઘાટન ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન મેન્ટલ હેલ્થ લાયન મધુ જૈન,તથા જી.એસ.ટી કોર્ડીનેટર લાયન દીપક શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાન લાયન વિકાસ જૈન પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તથા મલ્ટીપલ કોર્ડીનેટર જી.ઇ.ટી દ્વારા ખૂબ જ પ્રશંસનીય ઉદબોધન કરવામાં આવ્યું.લાયન મધુ જૈૈને પ્રાસંગીક ઉદબોધન કર્યું.દીપ પ્રાગટ્યમાં શ્રી પ્રવીણભાઈ પટેલ ગાયત્રી પરિવાર દ્વારા મંત્રમુગ્ધ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા, માનનીય શ્રી કનુભાઈ પટેલે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મેન્ટલ હેલ્થ જાગૃતિ માટે પ્રવચન આપ્યું.ખૂબ જ મોટી સંખ્યામાં લાયન્સ પરિવારના સદસ્યો હાજર રહ્યા.જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના દરેક સદસ્યો પ્રવચન સાંભળીને ખૂબ જ ભાવવિભોર બન્યા.આ કાર્યક્રમમાં લાયન રાજેશ બારૈયા તથા લાયન વિનોદભાઈ પટેલે હાઉસી ગેમ અને વન મિનિટ ગેમ રમાડીને ઇનામો આપ્યા.સિનિયર સિટિઝન હોમમાં રહેતા દરેક સદસ્યોને ચા અને નાસ્તો આપવામાં આવ્યો,
સમગ્ર કાર્યક્રમના કોઓર્ડીનેટર લાયન દીપક શાહ તથા ગિરીશ પટેલ હાજર રહ્યા હતા





