









શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ આયોજિત ઉડાન એક્ઝિબિશન 2026 રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે તારીખ 21 22 23 શનિ-રવિ અને સોમ રાખવામાં આવ્યું છે તારીખ 21 શુક્રવારના રોજ રાણા સમાજ ના નામાંકિત ડાયમંડ મર્ચન્ટ રાજેશભાઈ રાણા જેવો મુંબઈના સિદ્ધિવિનાયક જેમ્સ એન્ડ જ્વેલર્સના વેપારી છે તેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું સાથે સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલા, શ્રી અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ દીપકભાઈ રાણા, સુરતમહાનગર RSS સર સંઘચાલક શ્રી સુરેશભાઈ માસ્તર, શ્રી સુરત રાણા સમાજમહિલા ફોરમ ના પ્રમુખ ચંપાકલી બેન જરીવાલા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી એક્ઝિબિશન ખુલ્લો મૂકવા માં આવ્યો.જેમાં રાણા સમાજની 147 જેટલી બહેનોએ ભાગ લીધો છે જેમાં ફૂડ સ્ટોલ અને સાડી, સેલા, હેન્ડ મેડ જ્વેલરી, સિલ્વર, ગોલ્ડન જ્વેલરી, ફેબ્રિક પેન્ટ ના અલગ અલગ વેરાઇટીસ ના કપડાઓ ,બીડ વર્ક પર્સ, રાધાકૃષ્ણ ના વાઘા રમકડા ,ક્રોસેટ આઈટમ , પ્રેસ ઓન નેઇલ,હેન્ડ મેડ રાખડીઓ, વેસ્ટન આઉટ ફીટ ડ્રેસ જેવી અલગ અલગ વેરાઈટીઓ સમાજની બહેનો દ્વારા આ એક્ઝિબિશનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. સમાજની બહેનો આત્મ નિર્ભર બને એ હેતુથી આ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશન ના પહેલા દિવસે સુરતના લોકોએ આ એક્ઝિબિશન ની મુલાકાત લીધી અને ખરીદીની સાથે ખાણીપીણી ની મજા માણી .સુરત શહેરની જનતાને એક્સિબિશન માં ચાલી રહેલા એક્ઝિબિશન ની મુલાકાત અવશ્ય લેવી.




