
























Please click link and watch…👇
https://drive.google.com/drive/folders/1Q6iKiAZUvNMY5CP4prBHN2JYj0_ltkK4?usp=sharing
મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં શ્રી વલસાડ યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટનો સાતમો ઇનામ વિતરણ તથા પાંચમો જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ ભવ્ય બન્યો.
શ્રી વલસાડ યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત સાતમા તેજસ્વી તારલાઓના સન્માન અને ઇનામ વિતરણ સમારોહ તથા પાંચમા જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અખિલ ભારત રાણા સમાજના ઉપપ્રમુખ તથા સિદ્ધિ વિનાયક જેમ્સ એન્ડ જ્વેલર્સ,મુંબઈના શ્રી રાજેશભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત વિશિષ્ટ મહેમાન તરીકે ટ્રસ્ટી તથા અમેરિકાથી પધારેલા શ્રી વસંતભાઈ ઠાકોરભાઈ રાણા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભમાં વધારો કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વલસાડ યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ રાણા, ઉપપ્રમુખશ્રીઓ શ્રી બંટીભાઈ મહેન્દ્રભાઈ રાણા,શ્રી હિરેનભાઈ હર્ષદભાઈ રાણા અને શ્રી પ્રતિકભાઈ વી. રાણા,મંત્રીશ્રીઓ શ્રી દિવ્યેશભાઈ જે. રાણા,શ્રી જયેશભાઈ એચ. મહેતા અને શ્રી યજ્ઞેશભાઈ રાણા, ટ્રેઝરર શ્રી નિલેશભાઈ રાણા, સહ-ટ્રેઝરર શ્રી હિતેશભાઈ વી. રાણા તથા ટ્રસ્ટીગણ શ્રી કલ્પિતભાઈ એન. રાણા,શ્રી હિતેશભાઈ વાય. રાણા,શ્રી જિગ્નેશભાઈ રાણા અને શ્રી કિરીટભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ વડોદરા ભાજપના ઉપપ્રમુખ શ્રી નીલેશભાઈ રાણા,દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર ડૉ. પ્રો. શ્રી રાજેશભાઈ રાણા (સુરત), વલસાડની કુસુમ વિદ્યાલયનાં સંચાલિકા શ્રીમતી અર્ચનાબેન દેસાઈ,એ.વી. કોમર્સ કોલેજ, બિલીમોરાના એસોસિયેટ પ્રોફેસર તથા મુખ્ય વક્તા શ્રીમતી વર્ષાબેન રાણા, વલસાડની વ.ક. તથા દ.ક. પંચના પ્રમુખ શ્રી અશોકભાઈ રાણા,તેમજ અમેરિકાથી પધારેલા શ્રી અનુપમભાઈ રાણા અને શ્રી મધુસુદનભાઈ રાણાની વિશિષ્ટ ઉપસ્થિતિથી કાર્યક્રમ વધુ ગૌરવવંતો બન્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નર્સરીથી લઈને માસ્ટર્સ સુધીના કુલ 170 તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ તથા પ્રોત્સાહન વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન,પ્રેરણાદાયી વક્તવ્ય, મહાનુભાવોની ઉપસ્થિતિ અને જ્ઞાતિ સમૂહ ભોજન સહિતની વિવિધ વ્યવસ્થાઓથી સમગ્ર આયોજન ઉત્સાહપૂર્ણ અને યાદગાર બન્યું હતું.



