

પ્રેસ નોટ
શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક
સુરત રાણા સમાજમાં યુવા અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે વિવિધ સેવાકીય તથા સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રી યુવા રાણા સમાજ, સુરત દ્વારા નવી કાર્યકારિણીની રચના કરવામાં આવી છે. સમાજના ઉત્થાન અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા નવા હોદ્દેદારોની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

નવી કાર્યકારિણીમાં પ્રમુખ તરીકે શ્રી હિતેન્દ્ર મનોજકુમાર રાણા તથા મહામંત્રી તરીકે શ્રી ગણેશ લક્ષ્મીચંદ રાણાની નિમણૂક કરવામાં આવી છે.
નવા હોદ્દેદારોની યાદી
પ્રમુખ: શ્રી હિતેન્દ્ર મનોજકુમાર રાણા
મહામંત્રી: શ્રી ગણેશ લક્ષ્મીચંદ રાણા
ઉપપ્રમુખ:
શ્રી કલ્પેશભાઈ દાળવાળા
એડ. શ્રી પિન્કેશ રાણા
શ્રી નીરવ જરીવાલા
શ્રી રોશન રાણા
મંત્રી:
શ્રી નિખિલ રાણા
શ્રી વિજય રાણા
ખજાનચી: સી.એ. શ્રી પંકજ રાણા
સહ ખજાનચી: શ્રી હિતેશ રાણા
શૈક્ષણિક કમિટી: શ્રી જેકી રાણા
અન્ન સહાય કમિટી: શ્રી જીતેન્દ્ર રાણા
રમત-ગમત કમિટી: શ્રી હિતેન સોપારીવાલા
સાંસ્કૃતિક કમિટી: શ્રી અમિત રેશમવાલા
પ્રચાર-પ્રસાર કમિટી: શ્રી હિતેશ રાણા
શ્રી યુવા રાણા સમાજ, સુરત દ્વારા અગાઉની જેમ જ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, જરૂરિયાતમંદોને અન્ન સહાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અન્ય સમાજલક્ષી પ્રવૃત્તિઓને આગળ ધપાવવામાં આવશે.
નવી ટીમના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનોને સંગઠિત કરી એકતા, સેવા, સંસ્કાર અને સમાજના ઉત્કર્ષ માટે વધુ કાર્ય કરવામાં આવશે. નવી કાર્યકારિણીના તમામ હોદ્દેદારોને સમાજના આગેવાનો, સભ્યો તથા શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવી આગામી કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
— શ્રી યુવા રાણા સમાજ, સુરત





