

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 17મી સપ્ટેમ્બર,જન્મદિન નિમિત્તે શ્રીગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ,મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ,લાયન્સ ક્લબસ્ ઓફ અમદાવાદ બ્રિલિયન્સ -સ્ટાર પ્લસ-આશાપલ્લી હોપ્સ -ફોર્ટ-નોબલ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે”ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તપાસ -સારવાર તથા દવાઓ”નું આયોજન તારીખ:08/09/25, સોમવાર ટાઈમ:-સવારે 9:00 વાગે પવિત્ર ગાયત્રી મંત્રોચ્ચાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું કેમ્પ ટાઈમ સવારે9.30 થી બપોરના 1.00 સુધી સ્થળ:- મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ,એચ.બી. કાપડિયા સ્કૂલ ની સામે,જોધપુર સેટેલાઈટ
ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં આંખોની તપાસ,દાંતની તપાસ, આયુર્વેદિક અને હોમિયોપેથીક તપાસ અને દવાઓ,એક્યુપ્રેશર થેરાપી,ફ્રી થાઈરોડ ટેસ્ટ,તથા જીસીએસ હોસ્પિટલ દ્વારા ફિઝિશિયન મેડિસિન,હાડકા અને સાંધા ને લગતા ઓર્થોપેડિક, બાળકોને લગતા રોગો પીડીયાટ્રીક,”ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ”ના ઉદ્ઘાટક માનનીય શ્રી અમિતભાઈ ઠાકર ધારાસભ્યશ્રી વેજલપુર,રીક્રીએશન કમિટી ચેરમેન માનનીય શ્રીજયેશભાઈ ત્રિવેદી વોટર સપ્લાય કમિટી ચેરમેન,માનનીય શ્રી દિલીપભાઈ બગડીયા સ્થાનિક મુનિસીપલ કાઉન્સિલર શ્રીઓ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ માનનીય શ્રીમીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ મહાનગર, સમગ્ર કાર્યક્રમના કોર્ડીનેટર લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટ હાજર રહ્યા હતા.





