

લાયન્સ ક્લબ્સ ઓફ અમદાવાદ જોધપુર હિલ,ફોર્ટ, નોબલ,ગાયત્રી પરિવાર નારણપુરા,રોયલ કલા એન્ડ કલ્ચર સંગમ ઓફ ઇન્ડિયા,તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવણી ભજન-ગીત સંગીતમય માહોલમાં તા.13/08/25,બુધવારે સમય બપોરે 2-30pm થી 8.00pm સ્થળ:- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ,વાડજસર્કલ,વાડજ,અમદાવાદ ખાતે વડીલોની વચ્ચે આનંદ શ્રધ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી. દરેક આમંત્રી તો ને હળવો નાસ્તો,ચા કોફી આપવામાં આવી, તથા વૃક્ષારોપણ, રાધા ક્રિષ્ના બનેલ બાળકોને પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન તથા બહુચર મંડળની બહેનોને તથા ગાયત્રી પરિવારની બહેનોનું ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું
સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલો માટે કેરમ બોર્ડનું અનુદાન વર્ષાબેન શાહ તરફથી તથા વિઝડમ ફેમિના ક્લબ દ્વારા 10 નંગ ગરમ શેકની કોથળી નું અનુદાન આપવામાં આવ્યું હતું કૃષ્ણજન્મ મહોત્સવ મ્યુઝિકલ નાઈટ 6.00 થી 8.00 સંજય મોદી દ્વારા મુખ્ય મહેમાન લાયન જીગીશા કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2024-25 તથા કિરણભાઈ સોની ફેડરેશન પ્રેસિડન્ટ 3 સી.સમગ્ર કાર્યક્રમના કોડીનેટર લાયન ગિરીશ પટેલ,ગાયત્રી પરિવારજનોએ હાજર રહી વાત્સલ્ય સિનીયર સિટીઝન હોમના વડીલ વૃંદાવનના વડીલો સાથે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉમંંગ હર્ષોત્સાહભર શ્રધ્ધાપૂર્વક માણ્યો હતો




