


Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).
🙋🏻♂️ ” કૃતજ્ઞતા અભિવાદન “ 🙋🏻♀️
🚩🕉️ જય શ્રી ખોડિયાર માતાજી સહાયતે 🙏🏻
🍁 શ્રીમાન જગદિશભાઈ ~ શુભ સ્થળ : ડભોઈ ;
💐 જય માતાજી 👏🏻
” મા ખોડિયાર “ ના આશીર્વાદથી નિર્લેપ અને નિષ્કામ ભાવે આપણા રાણા સમાજના અપરણિત યુવાઓ સંદર્ભે પાત્રતા મુજબની પસંદગી અર્થે વિશાળ આકાર લઈ રહેલું ” જય માતાજી જીવનસાથી “ વૉટ્સએપ માધ્યમ થકી નિ: ક્ષુલ્લકપણે ચાલતું સામાજિક ગૃપના સહયોગથી ખોડિયાર માતાજીના આશીર્વાદરૂપના ફળસ્વરૂપે વધુ એક સફળતા સંપન્ન થયેલ છે.
વડોદરા સ્થિત મૂળ હાલોલના શ્રી પંકજભાઈ ડાહ્યાભાઈ રાણાના સુપુત્ર ચિ. અભિષેક ( મિલન ) 💕 🎎 સંગ 💞 મુંબઈ સ્થિત મૂળ સુરતના શ્રી મુકેશભાઈ રમણભાઈ રાણાની સુપુત્રી ચિ. વર્ષાકુંવરી નાઓ સાથે તારીખ : ૧૫/૦૩/૨૦૨૬ – રવિવાર ફાગણ વદ : ૧૧ ના શુભ દિવસે શુભ ચોઘડિયામા મુંબઈ ખાતે બંને પક્ષોના સર્વે વડીલ પરિવારજનોની સંમતિપૂર્વક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવપલ્લવિત યુગલ અંતર્ગત શ્રીફળ ₹.૧.૨૫ ગોળધાણા ચાંલ્લાની વિધિ કરી લગ્ન પરિણય અવસરની શુભ શરૂઆત કરવામાં આવેલ છે.
આ તમામ સંજોગ વર્ષોથી અવિરતપણે શિક્ષિત સમાજના અપરણિત યુવાઓની જીવનસાથીની પસંદગી અર્થે ચાલતું એક ઉમદા ગૃપના તમામ એડમીનશ્રીઓના આત્મવિશ્વાસ અને અથાક પરિશ્રમથી સમાજનું મનોબળ જાળવી રાખી સમાજને જોડી રાખવાનો જે હ્રદયપૂર્વકનો પ્રયાસ ભલે નિમિત્ત હોય પરંતુ એક સમાજનું એક મહત્વનું બોન્ડીગ (ફેવિકોલ – જોડાવા માટે નું એક પ્લેટફોર્મ માધ્યમ ) કહી શકાય. જો દરેક સમાજના આગેવાનોના આવાં ભગીરથ કાર્યોથી જ સમાજ એકજુટ થઇને ટકી રહ્યો છે સમાજની મજબૂત તાકાત બની રહી છે. જેથી સમાજમાં આંતરજ્ઞાતિય પાત્રોની પસંદગી થકી ખિચડયો શંભુમેળો ન સર્જાતા વર્ણશંકર પ્રજાઓનો સમુહ ન બનતાં યુવાઓએ લીધેલા ઉતાવળીયા નિર્ણયોથી હાલ જે સમાજ ડાયવોર્સીના દૂષણ સામે લડતાં સમાજની એક જ જ્ઞાતિની સ્વચ્છ ભવિષ્યની મજબૂત પેઢી તૈયાર થાય જેનો વારસો આપણાં પૂર્વજો આપણને સોંપી ગયાં છે અને એટલે જ આપણો સમાજ એકજુટ થઇને દરેક સ્થળે એક વિસ્તારમાં એકતા પૂર્વક પાંગર્યો હતો અને તેની તાકાત પણ હતી. હવે , ધીરેધીરે આપણો સમાજ પોતાના ઈગોથી સ્વૈચ્છિકપણે સમાજથી છૂટો પડી તૂટી રહ્યો છે.
મહેરબાની કરીને આપણાં સમાજને તૂટતો રોકવાની જવાબદારી આપણા સર્વેની જ છે તે અંગે સારાં હકારાત્મક નિર્ણયો પણ આપણે જ લેવાનાં છે. દરેક અપરણિત યુવાઓને આહવાન છે કે ૧૦૦% પસંદગી સંદર્ભે ક્યાંય કોઈપણ બાબતે થોડુંક બાંધછોડ કરી સમાજના યુવા ઉમેદવાર અંગે પસંદગી કરવી જોઈએ તો જ વૈવાહિક જીવન અંગે અંતિમ નિર્ણય લઈ શકાશે. યુવાનીના પરણવાની ઉંબરે આવાં નિર્ણય લેવા સમજદારી છે. પછી વધુ ઉંમરે ઘણી બાબતોમા સમાધાની બની લેનાર નિર્ણયમાં કેવો આનંદ હોય ???
આ સમજવું મહત્વપૂર્ણ છે.
આપણાં સમાજના આપ સર્વે એડમીનશ્રીઓ તથા સહ કાર્યકરોનો વડોદરાથી પંકજભાઈ રાણા પરિવાર તરફથી હ્રદયપૂર્વક આભાર…!!!
🌷 જયશ્રીકૃષ્ણ 🙏🏻




