

તા.૧૭-૩-૨૦૨૬ સવારે ૧૧-૦૦ વાગે નવરંગપુરા ગામ ખાતે આવેલ મ્યું.આંગણવાડીના ભુલકાઓને રંગબેરીંગ રમતગમતના સાધનો તથા રમકડાંની ભેટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના લા.ડૉ.અરુણાબેન ભડીયાદરા તથા લા.નીલાબેન વિનોદભાઈ પટેલ તરફથી ખજૂર,ચીક્કી,મમરા,પોપકોર્ન,સીંગચણા,બિસ્કિટનોનાસ્તો,લા.ડીમ્પલબેન શાહ તરફથી ચોકલેટ આપવાનું
શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરાના અતિથિ પદે લા. સ્મિતાબેન ભરતભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે નાના બાળકોને ઉપયોગી થાય તેવા સુંંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભાશય આ ભૂલકાઓનો આનંદ ઉત્સાહ સાથે
બુદ્ધિ ચાતુર્ય ખીલે સાથે હળીમળી પ્રેમથી રહે અને તેમનો શારીરિક માનસિક વિકાસ થાય તેવા સદભાવથી સૌની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી દાંતના
ડૉ.અરુણાબેને બાળકોને દાંતની સંભાળ કેવી રીતે લેવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા ચીફ ગેસ્ટ તરીકે પધારીને બાળકોને ઉપયોગી ધાર્મિક સંસ્કારની વાતોથી બાળકોને પ્રોત્સાહિત કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લા.ગીરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. લા.પરાગભાઈ શાહ,લા.વિનોદભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉમંંગ હર્ષોત્સાહભેર સંચાલન કરી ભૂલકાઓને ભાવવિભોર કરી દીધા હતા.સૌને ખૂબ ખૂબ અભિનંદન સૌનો આભાર





