

નમસ્તે,આદરણીય લાયન સભ્યશ્રીઓ,ગાયત્રી પરિવારજનો તથા મિત્રો,આમંત્રિતો આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ, બહુચર મંડળ નવા વાડજ,ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે જન્મોત્સવનું ભવ્ય અને ભાવસભર ઉજવણીનું આયોજનગુરૂવાર,તા.03-09-2026ના રોજ બપોરે 3:30 કલાકે,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સીનીયર સીટીઝનહોમ,જૂનાવાડજ,અમદાવાદ ખાતે યોજાશે.દીપ પ્રાગટ્ય:માનનીય શ્રી જીતુભાઈ પટેલ(ભગત) ધારાસભ્યશ્રી નારણપુરા વિધાનસભા,મુખ્ય મહેમાન લાયન અજયભાઈ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232 બી 2,અતિથિ વિશેષ :- રમેશ પટેલ પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232બી 2. વિશેષ ઉપસ્થિતિ:-લાયન વર્ષા શાહ, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ફૂડ ફોર હંગર,માનનીય શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા,તથા સ્ટેડિયમ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ માનનીય શ્રી રાકેશભાઈ,માનનીય શ્રીજીતુભાઈ,માનનીય શ્રીવર્ષાબેન,માનનીય શ્રીડિમ્પલબેન હાજર રહેશે.આ પ્રસંગે 20 થી બહેનો-ભાઈઓ રાધાકૃષ્ણનો પહેરવેશ,તથા સુદામાનો પહેરવેશ પહેરીને ભાગ લેશે,નવ માસના બાળકો બાળ ગોપાલ( કૃષ્ણ જન્મ) તથા 30થી વધુ બહેનો ગોપી બનીને પર્વની ભવ્ય ઉજવણીમાં ભાગ લેશે.દરેક પાર્ટીશીપ બાળકો અને વડીલોને ગિફ્ટથી સન્માનિત કરવામાં આવશે.બેસ્ટ રાધાકૃષ્ણ પાર્ટીસીપેન્ટનને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઇનામથી સન્માનિત કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુંદર કાર્યક્રમનું આયોજન લાયન ગીરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ પર્સન પબ્લિક રિલેશન ઓફિસર ગ્રેટર દ્વારા કરવામાં આવ્યું છે.આ પવિત્ર અને સ્નેહ સભર કાર્યક્રમમાં સહભાગી બની તેની શોભા વધારવા માટે તમામ લાયનસભ્યશ્રીઓ/પરિવારજનો અને મિત્રમંડળ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. આવો,આ કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર કાર્યક્રમને સાથે મળીને માણીએ ઉજવીએ.





