
સંજીવની સેવા પરિવાર. ગોવિંદભાઈ દેસાઈ. ફોન 99242 27115. Date 03.08.2025.Sanjeevani Seva Parivar.

મું.બાવળા જીલ્લા અમદાવાદ ના ગોવિંદ ભાઈ પટેલ જેઓ સંજીવની મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમના પુત્ર શ્રી પણ બાજુમાં મોટુ હોસ્પિટલ ધરાવતા પ્રખ્યાત ફિઝિશિયન છે. ગોવિંદ ભાઈ નું આખુ પરિવાર ખુબ ધાર્મિક છે. તેમના માતુ શ્રી પણ મારા ખાસ શ્રોતા હતા. અને મારી બાવળામાં ઘણી કથાઓ સાંભળી છે. તેમનું પરિવાર સંન્યાસીઓની સેવા ખુબ કરતું રહ્યું છે.
થોડાક વર્ષો પહેલા ગોવિંદ ભાઈ એ મારા ખાતામાં દાન પેટે થોડાક રૂપિયા નાખ્યા હતા. ગત શનિવારે તેમનો ફોન આવ્યો અને પૂછ્યું, “સ્વામીજી મારે તમારા પર ગૂગલ પે કરવું છે.”મેં કહ્યું, “ગોવિંદ ભાઈ હું ગૂગલ પે રાખતો નથી પણ મારા બેંક ખાતામાં તમે નાખી શકો છો.” મેં પાસબુક નો ફોટો મોકલી આપ્યો અને તેમણે તરત જ ૪૦૦૦ રૂપિયા નાખ્યા. તેમની આ દાન વૃત્તિથી હું ખુબ પ્રભાવિત છું. સમાજ આવા દાનવીરો અને સંત પ્રેમીઓથી ચાલે છે.
ગોવિંદ ભાઈ ના પરિવારે સંતોની તન મન ધન થી સેવા કરી છે અને તે સંસ્કારો તેમના સંતાનોમાં પણ આવ્યા છે. આવી આત્માઓની સુખાકારી માટે હું હંમેશા પ્રાર્થના કરતો રહ્યો છું. હું હંમેશા અયાચક રહ્યો છુ અને મને જે મળે છે તેનો સદુપયોગ કરુ છુ.






