

ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે તા.૧૦-૭-૨૦૨૫ ગુરુવારે બપોરના ૩-૦૦ થી સાંજે ૬-૦૦ દરમ્યાન ગુરુદેવ પાદૂકા-વરુણ દેવ-તુલસી-સત્યનારાયણ પૂજન-અર્ચન-કથા અને ગુરુ ચાલીસા પાઠનું શ્રવણ-કીર્તન પ્રવીણભાઈ પટેલની વાણીમાં આયોજન વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ,જૂના વાડજ સર્કલ નજીક ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ-લીઓ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,ફોર્ટ,જાયન્ટ્સ ગૃપ ઓફ અમદાવાદ કોહીનૂર,વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સંયુકત ઉપક્રમે રાખેલ છે.જેમાં વૃક્ષારોપણ-તુલસીના છોડ,ગાયત્રી ચાલીસા,સત્ સંકલ્પ પત્ર,મંત્ર લેખન બુક વિના મૂલ્યે વિતરણ તથા એક્યુપ્રેશર થેરાપી નિષ્ણાંત પૂજાબેન અને રશ્મિકાંત દેસાઈ દ્વારા કરી આપવામાં આવશે.કાર્યક્રમના અંતે સત્યનારાયણ ભગવાનના મહાપ્રસાદનું વિતરણ થશે.








