

તા.૨૭-૩-૨૦૨૬ ચૈત્ર સુદ-૯ના છેલ્લા દિવસે ચૈત્ર નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞથી જેનો શુભારંભ તા.૧૯-૩-૨૦૨૬ ગુરુવારથી બપોરે ૩-૦૦થી ૫-૩૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રી નિમિત્તે વર્ષોવર્ષ બન્ને નવરાત્રીમાં થતાં ગાયત્રી ચાલીસાના સમૂહ અનુષ્ઠાન મુજબ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રરેણા-માર્ગ દર્શન આશીર્વાદ સંરક્ષણમાં વિશ્વ કલ્યાણાર્થે પર્યાવરણ શુદ્ધિકરણાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાની શ્રધ્ધાળુઓ બહેનો દ્વારા આનંદ ઉત્સાહ પૂર્વક ભક્તિમય માહોલ વચ્ચે સમૂહમાં નવ દિવસ દરમ્યાન દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસા પાઠ તથા ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્યમંત્ર,ભજન-સંગીત,આરતી,પ્રાર્થના પ્રસાદ સહિત ૯ દિવસ સુધી દરરોજ બપોરે નારણપુરા અંકુર રોડ ઉપર આવેલ ૭,માતૃ મિલન સોસાયટી યોગીનીબેન હિતેશભાઈ સોનીના નિવાસ સ્થાને થયો હતો આથી સુવિદિત થાય કે સમૂહમાં કે વ્યક્તિગત રીતે નવરાત્રી દરમ્યાન ગાયત્રી પરિવારના અનેક પરિજનો વિશ્વભરમાં ગાયત્રી અનુષ્ઠાન ૨૪૦૦૦ ગાયત્રી મંત્ર જાપ,૨૪૦૦ગાયત્રી મંત્ર લેખન કાર્ય, દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસા પાઠનું ૯ દિવસનું અનુષ્ઠાન અખિલવિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રરેણા-માર્ગ દર્શન આશીર્વાદથી કરી રહ્યા છે.




