ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નિમિત્તે તા.૨૭-૬-૨૦૨૫ અષાઢી સુદ બીજ શુક્રવાર સવારના ૧૦-૦૦ થી ૧૨-૩૦ દરમ્યાન હજાર જેટલી આમ જનતાને રથયાત્રા નીહાળવા જતા ભાવિક ભક્તોને,વટેમાગૃઓને,ભીડમાં બહાર નહીં જઈ શકતા ટીવીના માધ્યમથી સ્મિત ચાઈલ્ડ શાળાના રથયાત્રા નીહાળતા મનોદિવ્યાંંગ બાળકોને,ગાયત્રી હોસ્પિટલમાં સારવાર માટે જતા આવતા દર્દીઓ અને સાથેના સંબંધીઓને સ્ફૂર્તિદાયક પીણું ફૂદીના આમ મીક્ષ શરબત પીવડાવવાની સેવાનું કાર્ય સ્ટાફમિત્રો જાયન્ટ્સ અમદાવાદ નોર્થ,ગાયત્રી હોસ્પિટલ અને ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં આયોજન નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે,ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,ગાયત્રી હોસ્પિટલ નીચે કરવામાં આવ્યું હતુ ઉપસ્થિત સૌને ગાયત્રી ચાલીસા પાઠ અને અમારો યુગ નિર્માણ સત્સંકલપ કાર્ડ નિ:શુલ્ક ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.સદર સેવા પ્રદાન કરવા બદલ લાભાર્થીઓએ આનંદિત થઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.